બોલિવૂડ

અમિતાભ બચ્ચનને બીસીસીઆઈ દ્વારા વર્લ્ડકપની સ્પેશિયલ ગોલ્ડન ટિકિટ અપાઈ

માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દુનિયાના ફિલ્મ જગતમાં ખ્યાતિ ધરાવતા અને ક્રિકેટ પ્રત્યે રસ ધરાવતા અમિતાભ બચ્ચનને ભારતમાં યોજનારા વર્લ્ડકપ માટે ખાસ ભેટ આપવામાં આવી છે. અમિતાભ બચ્ચન ભારતમાં યોજાનારા વર્લ્ડકપની કોઈપણ મેચ જાેવા જઈ શકે તે માટે તેમને સ્પેશિયલ ભેટ આપવામાં આવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે.

મહત્વનું છે કે બચ્ચન ક્રિકેટના અને ભારતીય ટીમના બહુ મોટા ફેન છે, અગાઉ પણ તેઓ વર્લ્ડકપ દરમિયાન મેચ જાેવા માટે મેદાનમાં પહોંચ્યા છે અને તેમનો જુસ્સો મેદાન પર જાેવા મળ્યો છે. બીસીસીઆઈના સેક્રેટરીએ મ્ઝ્રઝ્રૈં તરફથી સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપીને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. જય શાહે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, અમે સૌ કોઈ ભારે ઉત્સાહમાં છીએ કે તમે ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩ દરમિયાન અમારી સાથે છો. પોતાને મળેલી ટિકિટ બદલ અમિતાભ બચ્ચને પણ મ્ઝ્રઝ્રૈંનો આભાર વ્યક્ત કર્યો છે. મ્ઝ્રઝ્રૈં દ્વારા ટિ્‌વટ કરીને લખવામાં આવ્યું છે કે, આપણા ગોલ્ડન આઈકનને ગોલ્ડન ટિકિટ! અમિતાભ બચ્ચને મ્ઝ્રઝ્રૈં તરફથી જય શાહના હસ્તે ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે.

મ્ઝ્રઝ્રૈં દ્વારા ટિ્‌વટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, દિગ્ગજ કલાકાર અને ક્રિકેટ માટે ઉત્સાહી, અમિતાભ બચ્ચન સતત ભારતીય ટીમને સપોર્ટ કરતા રહે છે અને આગળ પણ આમ કરીને અમને સૌને પ્રોત્સાહિત કરશો. વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેટલાક નામો કપાયા છે જ્યારે હાલ ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન, શુબમન ગિલ જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. વર્લ્ડકપ ૨૦૨૩ની શરુઆત ૫ ઓક્ટોબરથી થઈ રહી છે, જે ૧૯ નવેમ્બર સુધી યોજાશે. ભારતની પહેલી મેચ ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાવાની છે, જ્યારે આજ મહિનામાં ૧૪મી તારીખે પાકિસ્તાન સામે ટીમ રમવા માટે ઉતરશે.

Related Posts