ભાદરવી અમાસ નિમિતે કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મંદિરનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન ન કરવાં અંગે જાહેરનામું બહાર પડાયું
આગામી તા.૧૪, ૧૫/૦૯/૨૦૨૩ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન તાબાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટો મેળો ભરાય છે.
આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ફુલ (અસ્થિ) ૫ધરાવવા તથા દરિયા સ્નાન કરવા માટે આવે છે. આ દરીયામાં નિષ્કલંક મહાદેવનાં ઓટા પાસે જમણી બાજુમાં પાણીમાં ગંભીર વમળ હોય છે, જેના લીધે સને-૧૯૭૭ માં ૧૭ માણસોનાં ડુબી જવાથી મૃત્યુ થયેલ છે.
જેથી આ વર્ષે દરીયામાં સ્નાન કરવા માટે લોકો દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન કરવા ન જાય તે અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૪/૦૯/૨૦૨૩ તથા તા.૧૫/૦૯/૨૦૨૩ દિન-૨ માટે પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(એસ) અંન્વયે મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા આગામી તા.૧૪/૦૯/૨૦૨૩ તથા તા.૧૫/૦૯/૨૦૨૩ બંને દિવસોએ કોળીયાક, તા.જિ.ભાવનગરનાં નિષ્કલંક મહાદેવના દરીયામાં, દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં સ્થાનકથી ઉતરીને આગળ જતુ રહે ત્યાર પહેલા દરીયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
Recent Comments