અમરેલી

રાજુલા ટાઉન વિસ્તારમાથી ભારત-પાકીસ્તાન મેચમાં ઓનલાઇન ક્રીકેટ સટ્ટાનો જાહેરમા મોબાઇલ ફોનથી જુગાર રમતા એક ઇસમને રોકડા રૂ.૧૧૫૨૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨૬૧૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જીલ્લામા જુગાર/દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સબબ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ.કુગસિયા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રજુલા પોલીસ ટીમે, રાજુલા પોલીસ સ્ટેશનના રાજુલા ટાઉનમા વૈભવ હોટલ પાસે પોતાના આર્થિક ફાયદા સારૂ એશીયા કપની ક્રિકેટ ટુર્નામેન્ટ મેચમા ભારત અને પાકીસ્તાન વચ્ચે મેચમાં પર્સનલ લીંક તથા આઇડી પાસવડથી જાહેરમા મોબાઇલથી હાર-જીતનો ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતો હોય જેને રોકડા રૂ.૧૧૧૨૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિં.રૂ.૧૫૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૬૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી રાજુલા પોલીસ સ્ટેશનમા જુગારધાર ૧૨(એ) હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ.

પકડાયેલ આરોપીઓની વિગત-

(૧) દિનેશભાઈ મોહનભાઇ રામચંદાણી ઉ.વ.૩૦, ધંધો.વેપાર રહે.ભાવનગર ભરતનગર શિવનગર જૂના ત્રણ માળીયા બ્લોક નં.૪૧૫ રૂમ નં.૨૨૯૨ તા.જી ભાવનગર

કબ્જે કરાયેલ મુદ્દામાલ –

રોકડા રૂ.૧૧૧૨૦૮-

એક VIVO કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૫૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-

આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ કુગસિયા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ.જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા અના. હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા અના હેડ કોન્સ. હરપાલીંહ વિક્રમસીંહ ગોહીલ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા ટાઉન બીટના અના.હેડ કોન્સ. રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા રાજુલા પો.સ્ટાફ નાઓ દ્વારા કરાયેલ છે.

Related Posts