પ્રેમ માટે સરહદ પાર કરનાર અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે!
પ્રેમ માટે સરહદ પાર કરનાર અંજુ આવતા મહિને પાકિસ્તાનથી (ઁટ્ઠૌજંટ્ઠહ) ભારત પરત ફરશે. આ દાવો અંજુના પતિ નસરુલ્લાએ કર્યો છે. તેણે કહ્યું કે અંજુ આવતા મહિને અંજુ ભારત જશે. તે માનસિક રીતે ઠીક ન હોવાને કારણે તે પરેશાન છે અને તેના બે બાળકોને બહુ જ મિસ કરી રહી છે. રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. અંજુની નવી ઓળખ ફાતિમાના રૂપમાં છે. તેણે ૨૫ જુલાઈએ તેના ૨૯ વર્ષીય બોયફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. નસરુલ્લાનું ઘર ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લામાં છે. બંને ૨૦૧૯માં ફેસબુક પર મિત્રો બન્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, નસરુલ્લાએ કહ્યું કે છે કે ફાતિમા (અંજુ) આવતા મહિને ભારત પરત ફરી રહી છે. નસરુલ્લાએ કહ્યું કે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના બાળકોને ખૂબ જ યાદ કરી રહી છે અને તેમની પાસે જવા માંગે છે. તમને જણાવી દઈએ કે અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને ૧૫ વર્ષની પુત્રી અને ૬ વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે
. નસરુલ્લાએ કહ્યું કે તેમાં થોડો સમય લાગશે અને તેથી અંજુ આવતા મહિને ભારત જશે. જાે નસરુલ્લાને વિઝા મળશે તો તે પણ ભારત આવશે. અંજુ અને નસરુલ્લા ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં તેમના લગ્ન પછી પહેલીવાર પેશાવર ગયા હતા. તેણે પેશાવરમાં દિવંગત દિલીપ કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ ભારતીય ફિલ્મ કલાકારોના પૈતૃક ઘરો જાેયા હતા. અંજુએ કહ્યું કે મેં કેટલાક પશ્તો શબ્દો શીખ્યા છે. પાકિસ્તાન આવતા પહેલા મને ખબર નહોતી કે હું અહીં આટલી પ્રખ્યાત થઈ જઈશ.
Recent Comments