અમરેલી

સાવરકુંડલા ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન

તારીખ ૨૮/૦૮/૨૦૨૩ ને ગુરૂવારે સદગૂરૂ  કબીર સાહેબ સેવા ટ્રસ્ટ- સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલીત-અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ પી ડી માં ૧૦૭ દર્દીઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન  માટે ૨૯ દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પનુ દિપ પ્રાગટય કબીર ટેકરી ના મહંત શ્રી નારાયણ સાહેબ, લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી માંથી લાયન્સ ક્લબ પ્રમુખ કિશોર શીરોયા  તથા અશ્વિનભાઇ  ડોડીયા, સામાજિક સેવા સંસ્થાન  બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જગદીશભાઈ જેઠવા જીતેનભાઈ હેલૈયા, તથા  પટેલ બેટરી વાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલય ના કર્મચારી   હિંમતભાઈ કાછડીયા તથાકબીર ટેકરી ના સ્વયંસેવકો  વગેરે એ સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ચોથા ગુરૂવારે છેલ્લા ૧૨ વર્ષ થી યોજાય છે

Related Posts