અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.

અમરેલી ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુ ને શ્રધ્ધા સુમન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તથા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ટેકુ ભાઈ વરું, જિલ્લા કિસાન સેલ પ્રમુખ સત્યમભાઈ મકાણી, ઓબીસી સેલ પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શંભુભાઈ દેસાઈ ,રવજીભાઈ મકવાણા હાથ સે હાથ જોડો અભિયાન કનવીનર વિપુલભાઈ પોન્કિયા,શિક્ષક સેલ ના પ્રમુખ પ્રવીણભાઈ વસરા સાહેબ, નારણભાઈ મકવાણા પરવેઝભાઈ ચૌહાણ કુરેશીભાઈ સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજ ના દિવસે ભારત ના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજી નો પણ જન્મદિવસ હોય ” જય જવાન જય કિસાન” ના નારા સાથે ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણીઓ એ શાસ્ત્રીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત હાલમાં અમરેલીમાં બ્રોડગેજ લાઈન માટે ચાલતા બિન રાજકીય જન અભિયાનના ઉપવાસી ઓ ની રાજકમલ ચોક ખાતે ની છાવણીની મુલાકાત કરી કોંગ્રેસ પક્ષના તમામ અગ્રણીઓએ આ જન અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
પૂજ્ય બાપુ ની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ અગ્રણીઓએ ખાદી ભવનની મુલાકાત લઇ અને ખાદીના કપડા ની પણ ખરીદી કરી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવેલ હતો .સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જગદીશભાઈ તળાવીયા ,જનકભાઈ પંડ્યા અને સંગઠન મંત્રી શ્રી જગદીશભાઈ પાનસુરીયા એ જહમત ઉઠાવી હતી.

Recent Comments