બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ને બુધવારના રોજ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા તા.૧૫ ઓક્ટોબર , ૨૦૨૩ સુધીમાં બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું. ગ્રામ સ્વાગતના પ્રશ્નો સંબંધિત ગ્રામ પંચાયત કચેરીથી કોમ્પ્યુટરમાં ઓનલાઈન દાખલ કરી હાર્ડકોપી તાલુકા પંચાયત કચેરી, બાબરા ખાતે રજૂ કરવી, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો ૧૫ ઓક્ટોબર સુધીમાં મામલતદાર કચેરી બાબરા ખાતે પહોંચાડવા

Recent Comments