હમાસના હુમલાની અસર દેશની રાજધાની દિલ્હી પર જાેવા મળીદિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસી અને ચાબાડ હાઉસમાં સુરક્ષા વધારી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ ભયંકર યુદ્ધ હવે વધુને વધુ ગંભીર બનતુ રહ્યું છે. આ યુદ્ધથી આખુ વિશ્વ હચમચી ઉઠ્યુ છે અને સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. તેને જાેતા દિલ્હી પોલીસે ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસની આસપાસ સુરક્ષા વધારી દીધી છે ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસ પાસે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે આ સાથે જપોલીસ કર્મચારીઓ ખૂણે-ખૂણે નજર રાખી રહ્યા છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધની અસર દિલ્હીમાં પણ જાેવા મળી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૈનિકો ચારેબાજુ કડક તકેદારી રાખી રહ્યા છે કે જેથી કરીને કોઈપણ પ્રકારની ઘટનાને અટકાવી શકાય અને કોઈ અનિચ્છીય બનાવ ન બને. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે..
હમાસએ ઈઝરાયેલ પર કરેલા અચાનક હુમલામાં અત્યાર સુધી અનેક ઈઝરાયેલના સૈનિકો અને લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટી વિસ્તારમાં સેંકડો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના ૧૫૦૦ થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયેલમાં તબાહીના અનેક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જે ચોંકાવનારી છે. આતંકવાદીઓએ અનેક નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ યુદ્ધના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આઈડીએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હજારો હમાસ આતંકવાદીઓ ઈઝરાયેલના શહેરોમાં ઘૂસી ગયા હતા અને વિનાશ કર્યો હતો. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. લોકોની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ આ પડકારનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યું છે.
Recent Comments