અમરેલી

સાવરકુંડલાના પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા મહુવા રોડ મણીનગર વિસ્તારથી બીડી કામદાર વિસ્તાર વચ્ચે નાવલી નદી પર પુલ બનાવવા અંગે સાવરકુંડલાના નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને લેખિત રજૂઆત કરવામાં આવી. 

સાવરકુંડલાના પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા મહુવા રોડ મણીનગર વિસ્તારથી બીડી કામદાર વિસ્તાર વચ્ચે નાવલી નદી પર પુલ બનાવવા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને  લેખિત રજૂઆત કરવામાં આવી.  આમ ગણીએ તો સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૭,૯,૬ અને ૫ ના વિસ્તારને જોડતો નાવલી નદી પર પુલ બનાવવાની ખાસ જરૂરિયાત હોય આ વિસ્તારના લોકો નાવલી નદી વચ્ચે પસાર થતી હોય નદી પસાર કરતી વખતે કપરી પરિસ્થિતિ ઉદભવે છે. ખાસકરીને વૃધ્ધજન, તેમજ બાળકોના અનેક વખત પડી જવાથી ઈજા થવાના બનાવો પણ બનતાં હોય વળી શાળા, કોલેજ અને હાઈસ્કૂલો જે બીડી કામદાર વિસ્તારની નજીક આવેલ છે અને વિદ્યાર્થીઓ માટે આ મુખ્ય માર્ગ જેવો છે.

નદીમાં પૂર આવે ત્યારે આ રસ્તો દસ બાર દિવસ માટે બંધ રહેતો હોય વિદ્યાર્થીઓને ૩ થી ૪ કિલોમીટર વધુ ફરવા જવું પડે છે. આમ આવી પરિસ્થિતિમાં લોકોએ ૩ થી ૪ કિલોમીટર વ્યાયામ મંદિર પાસેના બ્રીજ પરથી જવા મજબૂર થવું પડે છે. શહેરમાં રહેતાં વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓ પાસે વાહનની વ્યવસ્થા કરી જતાં રહે છે પરંતુ ગામડેથી જે વિદ્યાર્થીઓ બસમાં અપડાઉન કરે છે કે જેઓ એસ. ટી. ડેપોએ ઉતરે છે તેમને ચાર કિલોમીટર જેવું અંતર ચાલીને કાપવું પડે છે. વળી અમુક ગામની બસ તો સ્કૂલના સમયે જ પહોંચાડતી હોય ત્યારે આવા વિદ્યાર્થીઓને શાળા કોલેજે સમયસર પહોંચી શકવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસકરીને પરીક્ષા  સમય હોય ત્યારે દરેક વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં સમયસર પહોંચવાની ચિંતા હોય એ બાબત પણ ધ્યાને લેવી જોઈએ. આ સંદર્ભે વિદ્યાર્થીઓની તથા રાહદારીઓની આ મુશ્કેલીનો કાયમી હલ આ વિસ્તારમાં આવેલ નદીના પટ પર એક બ્રીજ બનાવીને લાવી શકાય તેમ છે. સ્થળ તપાસ કરીને આ સંદર્ભે વહેલી તકે લોકોની માંગણી પૂર્ણ કરવામાં આવે તેવી સાવરકુંડલાના પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને લેખિત વિનંતી પણ કરવામાં આવેલ છે. સદરહુ રજૂઆતની સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાને પણ નકલ રવાના કરવામાં આવેલ છે.

Related Posts