દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ તેમજ રકતપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીશ્રીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૩ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. આ ઉપરાંત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન સી-બ્લોક પહેલો માળ પરથી વિનામૂલ્યે તા.૩૦/૧૧/૨૦૨૨ સુધીમાં મેળવી શકશે. તેમજ ભરેલ અરજીપત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત ત્રણ નકલમાં તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય ક્ચેરી, અમરેલી ને મોકલી આપવાના રહેશે. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીનો સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારી (સા)શ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જિલ્લામાંથી સ્પર્ધામાં ભાગ લેવા અરજીપત્રકો ૩૦ નવેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર કચેરીને પહોંચાડવા અનુરોધ

Recent Comments