અમરેલી

જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને રવી કૃષિ મહોત્સવ-૨૩ના આયોજનને લઈને બેઠક યોજાઈ

તાલુકામાં આગામી તા.૨૪ નવેમ્બર થી તા.૨૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી બે દિવસ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. અમરેલી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ના આયોજન માટે બેઠક યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી શાખાને અન્ય કચેરીઓનો સહયોગ સાંપડશે. રવી કૃષિ મહોત્સવના બીજા દિવસે આત્મા દ્વારા ખેડૂતોને પ્રાકૃત્તિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવશે.

વિવિધ પ્રકારના કૃષિ પ્રદર્શન પણ યોજાશે. ખેતીવાડીને લગતી નવીનતમ ટેકનોલોજી, હાઈટેક હોર્ટીકલ્ચર અને કેનીંગ અને કિચન ગાર્ડન વિષયક સ્ટોલ પણ કરવામાં આવશે. ‘પર ડ્રોપ-મોર ક્રોપ’ના અભિગમને સાર્થક કરવા માટે કાર્યક્રમના તમામ પ્રદર્શન સ્થળોએ સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિના લાઈવ મોડેલ ડેમો યોજાશે. કાર્યક્રમના દરેક સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્ટોલ રહેશે. કાર્યક્રમ દરમિયાન કૃષિ યુનિવર્સિટીના સ્ટોલ પણ રાખવામાં આવશે. બે દિવસીય કાર્યક્રમના આયોજનને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તૈયારી વધુ સારી રીતે થાય અને તેમાં ક્ષતિ ન રહે તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રી દહિયાએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. બેઠકમાં સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts