વડોદરા જિલ્લાના ડભોઇની એક અજીબોગરબ ઘટના સામે આવી છે. ડભોઈના કરનાળી ગામના એક મંદિરના મહંતને જેસીબીમાં ઉચકીને ગામ બહાર કાઢવામાં આવ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. ત્રણ મહિના પહેલા આ ઘટના બની હોવાની માહિતી મળી છે. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. ડભોઇના કરનાળી ગામની ત્રણ મહીના પહેલાના એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગામના મંદિરના મહંતનો બિભત્સ કૃત્ય કરતા હોવાનો વીડિયો અને ફોટા વાયરલ થયા હતા.મહંતના આ વીડિયો અને ફોટો લોકો સુધી પહોંચતા તેઓ રોષે ભરાયા હતા. બાદમાં ગ્રામજનો દ્વારા મહંતને ગામ બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. જાે કે મહંતને ગામ બહાર કાઢવા જેસીબીનો સહારો લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. પરપ્રાંતિય મહંતે દારૂ પીને ધમાલ મચાવી હોવાનો પણ આરોપ છે.
મંદિરના મહંતનો બિભત્સ કૃત્ય કરતા હોવાનો વીડિયો અને ફોટા વાયરલ થતાંડભોઈના કરનાળી ગામના એક મંદિરના મહંતને લોકોએ જેસીબીમાં ઉચકીને ગામ બહાર કાઢ્યા


















Recent Comments