અમરેલી

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અમરેલીમાં શાંતા બા સિવિલ હૉસ્પિટલ ખાતે નવનિર્મિત સુવિધાઓની વિશે જાણકારી મેળવી

અમરેલી જિલ્લાની મુલાકાતે પધારેલા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ગુરુવારે અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ હૉસ્પિટલ ખાતે નિર્માણ પામેલા નવા ભવનમાં તૈયાર થયેલી નવિન તબીબી સુવિધાઓની મુલાકાત કરી માહિતી મેળવી હતી. આ વેળાએ તેમણે નવ નિર્મિત આઈ.સી.યુ, વિવિધ વિભાગના ઓપરેશન થિયેટરની મુલાકાત કરી હતી. અમરેલીના નાગરિકોને પૂરતી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. આ મુલાકાત વેળાએ સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા,  હૉસ્પિટલના સંચાલક મંડળના ટ્રસ્ટીગણ, અધિકારીશ્રીઓ, આર.એમ.ઓ.શ્રી ડૉ.સતાણી, ટ્રસ્ટ વતી શ્રી ચતુરભાઈ ખૂંટ, શ્રી ભરતભાઈ ધડુક સહિતના સંચાલક મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts