હજુ તો ઠંડીની શરૂઆત પણ નથી થઈ ત્યાં તો ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતનાં જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, ગઈ રાતથી સતત ઝરમર વરસાદ અને હળવા વરસાદને કારણે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ સહિત નજીકના શહેરોના લોકોને પ્રદૂષણથી રાહત મળી છે. દિવાળી પહેલા વરસાદના આ ટીપાં લોકો માટે કોઈ ભેટથી ઓછા નથી. છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહેલા દિલ્હીના લોકોને આગામી દિવસોમાં તેનાથી રાહત મળે તેવી શક્યતા છે. જ્યાં સુધી છઊૈંની વાત છે, લોકોને હજુ સુધી તેનાથી કોઈ રાહત મળી નથી.
નેશનલ એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર, ૧૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ પણ છઊૈં ગંભીર શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઝ્રઁઝ્રમ્) અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક પહેલાની જેમ શુક્રવારે ‘ગંભીર’ શ્રેણીમાં રહ્યો હતો. શાદીપુરમાં ૪૬૪, સોનિયા વિહારમાં ૪૬૪, ૈં્ર્ંમાં ૪૬૪, છઊૈં ૪૬૨, આનંદ વિહારમાં ૪૬૧, આરકે પુરમમાં ૪૬૦, પંજાબી બાગમાં ૪૬૦, ઓખલા ફેઝ ૈંૈંમાં ૪૩૬, દ્વારકા સેક્ટર ૮માં ૪૧૪, મુંડકા ૪૦૬ નોંધાયો હતો. દિલ્હીના તમામ વિસ્તારોમાં છઊૈં ક્રિટિકલ કેટેગરીમાં છે. દિલ્હી એનસીઆરમાં હવામાનમાં અચાનક ફેરફાર અને હળવા વરસાદને કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં હાલમાં કોઈ ફેરફારના કોઈ સંકેત નથી. તે અગાઉના દિવસોની જેમ જ સ્થિતિમાં રહે છે. ભારતીય હવામાન વિભાગ દિલ્હી સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગના જણાવ્યા અનુસાર શુક્રવારે તાપમાનમાં ઘટાડો થવાના સંકેત છે. દિલ્હીમાં ઝરમર ઝરમર અને હળવો વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હીનું આકાશ વાદળછાયું રહેશે. ૈંસ્ડ્ઢ અનુસાર, શુક્રવારે આકાશ આંશિક વાદળછાયું રહેશે. એકાદ બે જગ્યાએ હળવો વરસાદ કે ઝરમર ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. દિવસભર આકાશ સ્વચ્છ રહેશે. દિવસના તાપમાનમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. શુક્રવારે મહત્તમ તાપમાન ૩૦ અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં ૧૫મી નવેમ્બર સુધી ધુમ્મસ છવાયેલ રહેવાની શક્યતા છે. તેમજ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
Recent Comments