સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૦૬ નવી બસ સેવાનો પ્રારંભ
કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી, પરશોત્તમભાઈ રૂપાલા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલી ૦૬ નવી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી નારણભાઈ કાછડિયા અને ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ લીલી ઝંડી દર્શાવી બસને પ્રસ્થાન કરાવ્યુ હતું.
આ પ્રસંગે કેન્દ્રીયમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએએ જાફરબાદ-ગાંધીનગર, સાવરકુંડલા-સુરત, બગસરા-સુરત રૂટ પર અવર જવર કરનાર બસને પ્રારંભ કરાવતી વેળાએ બસમાં બેસી અને બેઠક વ્યવસ્થા સહિતની મુસાફરલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ. અમરેલી એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકશ્રીએ જણાવ્યુ હતુ કે, જાફરાબાદ-ગાંધીનગર બંને તરફથી રાત્રે ૨૦.૦૦ કલાકે પ્રસ્થાન કરશે, બગસરા-સુરત સ્લીપર કોચ બંને તરફથી સાંજે ૧૭.૦૦ કલાકે પ્રસ્થાન કરશે, જ્યારે સાવરકુંડલા-સુરત સ્લીપર કોચ બંને તરફથી રાત્રિના ૨૧.૦૦ કલાકે પ્રસ્થાન કરશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જાફરબાદ-ગાંધીનગર, સાવરકુંડલા-સુરત, બગસરા-સુરત રૂટ પર ૦૬ બસની અવર જવરથી અમરેલી જિલ્લાના નાગરકો માટે પરિવહન વધુ સરળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એસ.ટી. વિભાગના અધિકારીશ્રીઓ, દિવસ રાત સેવામાં ખડેપગે રહેતા કર્મયોગીઓ અને મુસાફરો જોડાયા હતા.
Recent Comments