લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના બાઢડા ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં નેનો યુરિયા છંટકાવ માટે ડ્રોન ફલાઇટના ઉપયોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, કાર્યકારી કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ ખેડુતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના તરઘરી, ધારી તાલુકાના ગોપાલગ્રામ અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીના પ્રવચનને નિહાળ્યું હતુ અને વિવિધ યોજનાકીય સહાયનો લાભ મેળવવા અંગેની વિગતો અને માર્ગદર્શન મેળવ્યું હતું.
Recent Comments