fbpx
ગુજરાત

સિરપકાંડમાં તપાસ માટે ખેડા પોલીસ દ્વારા SITની રચના કરાઈનડીયાદના ડ્ઢઅજॅની અધ્યક્ષતામાં ૪ પોલીસ અધિકારીઓની ટીમ તપાસ કરશે

ખેડામાં સિરપકાંડ બાદ હવે ગુજરાત પોલીસ જાગી છે. આજે ગુજરાતભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. ગાંધીનગર ર્જીંય્ અને ન્ઝ્રમ્એ શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી છે. ગાંધીનગર એસઓજી અંદાજે ૨૦૦ બોટલ અને પોર ગામથી ૮૫ જેટલી બોટલ જપ્ત કરી છે. પકડાયેલ જથ્થાના સેંપલ હ્લજીન્ માટે મોકલાયા છે. તો બીજી તરફ, ખેડા પોલીસે સિરપકાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ચાર પોલીસ અધિકારીઓ ધરાવતી જીૈં્‌ ની રચના કરાઈ છે.

નડિયા ડિવિઝનના ડ્ઢઅજીઁ વી. આર. બાજપાઈની અધ્યક્ષતામાં જીૈં્‌ની રચના કરાઈ છે. જેમાં ર્જીંય્ અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ઁૈંનો સમાવેશ થાય છે. મહેમદાવાદ ઁજીૈંનો જીૈં્‌માં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ કેસની ર્જીંય્ ઁૈં અને નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઁૈં ડી. એન. ચુડાસમા તપાસ કરી રહ્યાં છે. તો સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જાેશીએ જણાવ્યું કે, નડિયાદ સીરપ કાંડના બે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. ૭૨ વર્ષીય સરતભાઈ સોઢા દર્દી વેન્ટિલેટર પર છે, જેમની હાલત ક્રિટીકલ છે. ૭૨ વર્ષીય દર્દીનું ગઇકાલે ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. તો ૩૫ વર્ષીય અમિતભાઈ સોઢાની આંખોમાં તકલીફ થઈ રહી છે. અમિતભાઈ સોઢાને આંખમાં ઝાંખપની સમસ્યા આવી છે. અમિતભાઈને આંખોની સારવાર શરૂ કરાઈ છે. આંખમાં લાલાશ આવવાના કારણે દ્રષ્ટિમાં સમસ્યા છએ. આંખો સિવાય અમિતભાઈ સોઢાની તબિયત સ્વસ્થ છે.

Follow Me:

Related Posts