રાષ્ટ્રીય

ડીપફેક મામલે કેન્દ્ર સરકાર અપનાવશે ઝીરો ટોલરન્સ નીતિ

સોશિયલ મીડિયા કંપનીઓ પર ડીપફેક મામલે કડક કાર્યવાહી થશે

સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈ પણ ફોટો, વીડિયો કે સમાચાર વાયુવેગે એકબીજા પાસે પ્રસરી જાય છે. લોકો તે કન્ટેન્ટને યોગ્ય રીતે ચેક પણ કરતા નથી કે તેમાં બતાવેલી હકીકત સાચી છે કે ખોટી? હાલમાં ડીપફેકનો મુદ્દો પણ ઘણો ચર્ચામાં છે. ત્યારે આ ડીપફેક મામલે સરકાર આકરા મુડમાં જાેવા મળી રહી છે. સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની વચ્ચે ડીપફેકના મુદ્દા સામે લડવા માટે એક રિવ્યુ મીટિંગ યોજાઈ છે.. આ મીટિંગમાં સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ડીપફેકથી યૂઝર્સને થતાં નુકસાનના મુદ્દે તે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં કહ્યું કે સરકાર સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયેટર માટે એક એડવાઈઝરી જાહેર કરશે, જેનાથી ડીપફેક સામેના નિયમોનું ૧૦૦ ટકા પાલન સુનિશ્ચિત થઈ શકશે.. ડીપફેક એક પ્રકારના એડિટેડ ફોટો, વીડિયો અને ઓડિયો છે, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડીપફેકમાં કોઈ વ્યક્તિના ચહેરાને કોઈ બીજા વ્યક્તિના શરીર અથવા અવાજ સાથે જાેડવામાં આવે છે. તે એટલુ ઓરિજિનલ લાગ છે કે તમે પારખી જ ના શકો કે ડુપ્લીકેટ કન્ટેન્ટ કયુ છે અને ઓરિજનલ કયુ છે. ડીપફેક હાલમાં ઝડપથી ડેવલપ થનારી ટેક્નોલોજી છે. જેમ-જેમ ટેક્નોલોજી વિકસિત થશે, ડીપફેક વધારે ઓરિજિનલ અને ભ્રામક થતા જશે. તેથી ડીપફેકથી બચવા માટે જાગૃત થવુ અને સુરક્ષાના યોગ્ય પગલા લેવા જરૂરી છે.

શું હોય છે ડીપફેકનો ઉપયોગ?..
ફેક ન્યૂઝ ફેલાવવી- ડીપફેકનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા ઓર્ગેનાઈઝેશનની રેપ્યુટેશનને નુકસાન પહોંચાડવા અથવા ખોટી સૂચના ફેલાવવા માટે થઈ શકે છે. ઉદાહરણ માટે કોઈ નેતાના વીડિયોમાં તેમને એવુ કહેતા બતાવવામાં આવી શકે છે, જે તેમને ક્યારેય કર્યુ જ નથી.
છેતરપિંડી- ડીપફેકનો ઉપયોગ કોઈ વ્યક્તિની છેતરપિંડી કરવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિના વીડિયોમાં તેમને કોઈ એવી વસ્તુ કહેતા અથવા પહેરતા બતાવવામાં આવી શકે છે, જે તેમને વાસ્તવમાં કર્યુ જ નથી.
એન્ટરટેઈનમેન્ટ- ડીપફેકનો ઉપયોગ મનોરંજન માટે પણ કરવામાં આવી શકે છે. ઉદાહરણ માટે કોઈ એક્ટરના વીડિયોમાં તેમને કોઈ બીજી ફિલ્મના સીન સાથે જાેડી શકાય છે.

ડીપફેકથી બચવા માટે આ ઉપાય કરવો આવશ્યક છે…
વીડિયો કે ઓડિયોના સોર્સની તપાસ કરો- જાે તમે કોઈ વીડિયો અને ઓડિયોમાં કોઈ વ્યક્તિને જાેવો છો, જેને તમે ઓળખો છો તો સુનિશ્ચિત કરો કે તમે વીડિયો અથવા ઓડિયોના સોર્સની તપાસ કરો. જાે સોર્સ પર શંકા હોય તો વીડિયો અથવા ઓડિયો પર વિશ્વાસ ના કરો.
વીડિયો અને ઓડિયોની ક્વોલિટી પર ધ્યાન આપો- ડીપફેક વીડિયો અથવા ઓડિયોમાં કેટલીક વસ્તુઓ સાફ હોતી નથી. જાે તમે કોઈ વીડિયો અથવા ઓડિયોમાં કોઈ એવી વસ્તુ જાેવો છો કે તમને અલગ જ લાગે છે તો સંભાવના છે કે આ એક ડીપફેક છે.
ડીપફેક વિશે જાણો- ડીપફેક વિશે જેટલુ તમે શીખશો, તેટલુ જ સરળતાથી તમે તેને ઓળખી શકશો. ડીપફેક વિશેની મોટાભાગની જાણકારી ઓનલાઈન મળી જાય છે.

Related Posts