ગુજરાત

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં રૂ.૩૦૦નો ઘટાડોડુંગળીના ભાવ ઘટી જતાં ખેડૂતોમાં ભારે રોષ

ખેડૂતો અને વેપારી વચ્ચે સમજૂતી થતા અને ખેડૂતોનો માલ બગડે નહીં તેને લઈને ડુંગળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી. ત્યારે આજે ખૂલતા બજારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે. સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ માં ડુંગળીની નિકાસ બંધી થતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. ત્રણ ચાર દિવસ પૂર્વેના ભાવ અને આજના ભાવમાં મોટો તફાવત જાેવા મળતા ખેડૂતોને નુકસીની વેઠવાનો વારો આવ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ૩૦૦નો ઘટાડો જાેવા મળ્યો. હરાજીમાં એક મણ ડુંગળીના ૧૦૦થી ૪૦૦ રૂપિયા ભાવ બોલાયા. જેથી ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે. ડુંગળીની નિકાસ બંધ કર્યાના એક જ દિવસમાં ભાવમાં આટલો મોટો ઘટાડો કેવી રીતે આવ્યો. હજી ૩ દિવસ પહેલાં ગોંડલ યાર્ડમાં ૯૦ હજાર કટ્ટાની આવક થઈ હતી. શિયાળુ પાકની મુખ્યત્વે જણસી ડુંગળીની મબલખ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલ જાેવા મળી હતી અને હાલ યાર્ડ દ્વારા ડુંગળીની નિકાસ બંધી થતા ડુંગળીના ભાવમાં રૂપિયા ૩૦૦/-જેટલા રૂપિયાનું મોટું ગાબડું જાેવા મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો, વિવિધ જણસીનું પીઠું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં આજે ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૦૦/-થી લઈને ૪૦૦/-સુધીના બોલાયા હતા. પરંતુ આજથી ત્રણ ચાર દિવસ પૂર્વે માર્કેટ યાર્ડમાં ડુંગળીના ૯૦,૦૦૦/-કટ્ટાની આવક થતા આવક પણ બંધ કરાઈ હતી અને ડુંગળીની નિકાસ બંધી થતા યાર્ડમાં ડુંગળીની આવક ન કરવા વેપારીઓએ યાર્ડ સતાધીશોને અનુરોધ કર્યો હતો. જ્યારે ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો. અને યાર્ડમાં આવેલા ખેડૂતોને ડુંગળીના ભાવમાં ગાબડું પડતા હરાજીમાં પણ હલાબોલ કરી હરાજી બંધ કરાવી હતી. બીજી બાજુ ખેડૂતો અને વેપારી વચ્ચે સમજૂતી થતા અને ખેડૂતોનો માલ બગડે નહીં તેને લઈને ડુંગળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી.

Related Posts