fbpx
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણીકોર્ટ દ્વારા તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો હતો. સરકાર પક્ષે આજે જવાબ રજૂ કરાયો હતો. જેમાં કોર્ટમાં રજૂઆત થઈ કે આ ગંભીર મુદ્દો છે. આ કેસમાં આરોપીને જામીન આપી ન શકાય.

તો પીડિત પક્ષ તરફથી પણ દલીલ કરાઈ હતી કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે. જામીન ન મળવા જાેઈએ. આગાઉ આરોપી જયસુખ પટેલે યોગ્ય શરત પર નિયમિત જામીન આપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જયસુખ પટેલે રજૂઆત કરી હતી કે મેં માત્ર લોકોની સેવા માટે પ્રોજેક્ટ લીધો હતો, કોઈ સ્વાર્થ ન હતો, મે કોઈને હાથે કરીને માર્યા નથી, રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. બ્રિજની જવાબદારી સરકાર પોતાના હસ્તક લે તેવી જાણ કરી હતી.

Follow Me:

Related Posts