વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલ કૃષ્ણ સાહિત્ય સભા ચિતલ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાલકૃષ્ણ દવેના જન્મ દિવસ નિમિત્તે પ્રતિ વર્ષ બાલ કૃષ્ણ દવે એવોર્ડ લોકસાહિત્ય ક્ષેત્રે પ્રસાર અને પ્રચાર માટેનો પ્રથમ એવોર્ડ લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ કવિ સાહિત્યકાર અને સંશોધક એવા મહેન્દ્રભાઈ જોશીને રૂપિયા ૧૧૦૦૦ ની રાશિ સાથેનો એવોર્ડ મુખ્ય દાતા ચિતલના ભૂતપૂર્વ તબીબી સેવાભાવી ડોકટર રાજેશભાઈ પટેલ અને ડો.ઉષાબેન પટેલના સૌજન્યથી પદ્મશ્રી હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડના અધ્યક્ષતામાં યોજાય ગયો આ સુંદર કાર્યક્રમનું ઉદઘાટન માનવ મંદિર સાવરકુંડલાના પૂ. ભક્તિરામ બાપુ અને દાન મહારાજની જગ્યા ચલાલાના લઘુમહંત પૂ. પ્રયાગરાજબાપુ ભગત હસ્તે કરવામાં આવેલ. પ્રતિભાવમાં મહેન્દ્રભાઈ જોષીએ સહયોગ આપનાર તમામનો ૠણ સ્વિકાર કરી .એવોર્ડના સાચા હક્કદાર તેમના ધર્મપત્ની,ત્રણ દીકરીઓને ગણાવી પુરસ્કારની મળેલ રકમ રુ.૧૧૦૦૦ સંસ્થા વિકાસ માટે ભેટ અર્પણ કરી ખુશી વ્યક્ત કરી.
લોકસાહિત્યના પ્રચાર પ્રસાર માટેનો પ્રથમ બાલકૃષ્ણ દવે એવોર્ડ મહેન્દ્રભાઈ જોશીને એનાયત થયો.

આ પ્રસંગે ભજન સમ્રાટ નિરંજનભાઈ પડયા, ડો.કનુભાઈ કરકર, જે.પી. ડેર,જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મોટભાઈ સવંટ ,ચિતલના ઉદ્યોગપતિ જયસુખભાઇ દેસાઈ,લોક સાહિત્યકાર કૌશિકભાઇ દવે, લોકસાહિત્યકાર પંકજભાઈ દવે ,લોક સાહિત્યકાર જે.પી. ડેર, ઉમેશભાઈ જોશી, ડૉ .કેતન કાનપરિયા, નીતેશ ડોડીયા, તેમજ મહેન્દ્રભાઈ જોશીના શુભેચ્છકો, સગા સ્નેહી અને સાહિત્ય રસિકો મોટી સંખ્યા ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઇતેશ મહેતા, કવિ કનુભાઈ લીબાસિયા,જયસુખભાઇ દેસાઈ
અશોકભાઈ નિર્મળ, ડો.પ્રકાશભાઈ દેવમોરારી,મનીશભાઈ દવે, રાજેશ્વરી રાજ્યગુરુ , કવિ બિંદુ ત્રિવેદી,વગેરે જહેમત ઉઠાવેલ કાર્યક્રમનું સંચાલન કવિ ડો.ધ્રુવ મહેતાએ કરેલ. આ એવોર્ડના સહયોગી દાતાશ્રી ડોક્ટર રાજેશભાઈ પટેલ તથા ડોક્ટર ઉષાબેન પટેલ હાલ અમેરિકા સ્થિત મૂળ ચીત્તલના તબીબ છે.
Recent Comments