અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયાઅમદાવાદ શહેરમાં કોવિડના ૩૩ એક્ટિવ કેસ, આરોગ્ય વિભાગે રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા સૂચન કર્યું
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસની દહેશત વ્યાપી રહી છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બિલ્લી પગે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગે રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા સૂચન આપી દીધું છે.
અમદાવાદમાં કોરોનાના નવા ૧૧ કેસની વાત કરીએ તો તેમાં ૭ પુરુષ અને ૪ મહિલા દર્દીઓના સમાવેશ થાય છે. નોંધાયેલા કેસમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જાેધપુરમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. સંક્રમિત દર્દીઓ દુબઇ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા, કઝાકસ્તાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના ૩૩ એક્ટિવ કેસ થયા છે.
નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ ૬ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં ૧ દુબઈ, ૧ કેરળ, ૧ હૈદરાબાદ, ૧ કેનેડાથી ગુજરાત આવ્યા છે.જ્યારે ૧ અમેરિકા અને ૧ કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે. હાલ શહેરમાં કોરોનાના ૩૩ એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જાેવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં ૧૧ નવે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચન કર્યું છે. શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાંનાં કેસમાં વધારો થતો જાેવા મળી રહ્યો છે.
Recent Comments