શહેર પોલીસની સતર્કતા ના કરને ફરી એક વાર અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ઇસનપુર વિસ્તારમાંથી ર્જીંય્ દ્વારા લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મળતી માહિતી મુજબ ઝડપાયેલી મહિલા ઘર ચલાવવા માટે ડ્રગ્સના કારોબાર સાથે જોડાઈ હોવાનું ખૂલ્યું છે. જોકે મહિલાને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં અન્ય એક મહિલાનું જ નામ સામે આવ્યું છે.
અમદાવાદ શહેર એસઓજી દ્વારા શાહીનબાનુ સૈયદ અને આમિર ખાન પઠાણ નામના બંને આરોપીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. એસઓજીની ટીમને મળેલી માહિતીના આધારે ઇસનપુરમાં આવેલા અમજા ફ્લેટમાંથી આ બંને આરોપીઓને પકડવામાં આવ્યા છે. પોલીસે ઘરમા તપાસ કરતા ૬.૪૭ લાખથી વધુની કિંમતનો ૬૪ ગ્રામ ૭૯૦ મીલી ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી આ મામલે એસઓજીએ દ્ગડ્ઢઁજી નો કોનો દાખલ કરી બંનેની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં આ મામલે ઝડપાયેલી મહિલા છેલ્લા એક વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં ફરાર સિરીનબાનુ શેખ જ્યારે જરૂર પડે ત્યારે એકટીવા પર આવીને આ મહિલાને ડ્રગ્સ આપી જતી હતી. આવી રીતે અત્યાર સુધીમાં સાતથી આઠ વખત પકડાયેલા આરોપીએ ડ્રગ્સની ડિલિવરી મેળવી અને વેચાણ કર્યું છે. ર્જીંય્ એ વધુ તપાસ કરતા સામે આવ્યું કે ફરાર સીરિનબાનુ શેખનો પતિ અકબર ખાન અગાઉ ર્જીંય્ ના હાથે જ ડ્રગ્સના કેસમાં ઝડપાયો હતો. અને તે છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં બંધ છે. તેવામાં આ ગુનામાં ફરાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે પકડાયેલી મહિલા શાહીનબાનુ સૈયદ નો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય અને તેને ઘર ચલાવવા માટે પૈસાની જરૂર હોય ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. એક વર્ષ પહેલા તેની મુલાકાત રામોલમાં રહેતી સીરીનબાનુ શેખ થઈ હતી. તેણે આ આરોપીને ટુકડે ટુકડે ડ્રગ્સ આપવાનું શરૂ કર્યું હતું. શાહીનબાનુ સૈયદ પોતાના ઘરમાંથી જ ડ્રગ્સનું વેચાણ કરતી હતી અને જે ગ્રાહકોને ડિલિવરી જોઈતી હોય તેઓને પકડાયેલા અન્ય આરોપી આમીરખાન પઠાણ મારફતે ડ્રગ્સ પહોંચાડતી હતી. આમિર ખાન પઠાણ પોતે પણ ડ્રગ્સની બંધાણી હોય તે ૨૦૦- ૩૦૦ રૂપિયા લઈને ડ્રગ્સની ડીલીવરી કરતો હતો.















Recent Comments