સાવરકુંડલાના વીજપડી ગામે અમરેલી ડેપોની અમરેલી મહુવા જે વીજપડી સવારે સાત વાગ્યે આવતી બસ એકાએક બંધ કરતા મુસાફરોને હાલાકી.
સાવરકુંડલાના વીજપડી ગામે અમરેલી ડેપોની અમરેલી મહુવા જે વીજપડી સવારે ૭ વાગ્યે આવતી બસ એકાએક કારણ વગર બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ તેમજ વીજપડી થી મહુવા ધંધાર્થે અપડાઉન કરતા મુસાફરોમાં નારાજગી.કારણકે લુવારા,ગોરડકા, મેરયાણા ના વિધાર્થીઓને સવારે આ બસ બંધ કરી દેવાતા વિધાર્થી ભાઇ, બહેનોને નાછુટકે પ્રાઇવેટ વાહનોમા છકડો રીક્ષાઓમાં ટીંગાઇને આવવું પડતું હોય, તો જ સ્કૂલમાં સમય સર પોહચી શકાય છે.અને મહુવા દવાખાને જતા દર્દિઓ તેમજ ધંધાર્થે જતા લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોય કારણકે સાત વાગ્યાની આ અમરેલી/મહુવા પછી અમરેલી/ભુરખીયા સાડા આઠ વાગ્યા પછી આવે છે
તેથી આ અમરેલી/મહુવા જે સાત વાગ્યાનાં ટાઇમની જે બસ બંધ કરી છે તે ચાલુ કરવામાં આવે તેવી માંગ વિધાર્થીઓ તેમજ મહુવા અપડાઉન કરતા મુસાફરોની માંગ છે વળી આ બસને પેસેન્જર પણ પુરતા પ્રમાણમાં મળે છે તો બંધ કરવાનું કારણ શું? તો એસટી અમરેલી ડિવિઝન અધિકારીઓ જેમની ફરજમાં આવતુ તે તેમજ ધારાસભ્ય, સાસંદને અરજ કરવામા આવે છે કે વિધાર્થીઓ તેમજ મુસાફરોનો જેઆ પ્રશ્ન છે તે તાત્કાલિક હલ કરવામા આવે તેવી માંગ છે તેમ સમીર ખોખર દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments