અમરેલી

૩૦૨ ખુન કેસમાં જામીન મંજુર

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ગઈ તા.૦૫/૧૧/૨૦૨૨ ના રોજ લીલીયા તાલુકાના કણકોટ ગામે પૈસાની લેતી-દેતી બાબતે આ કામના ફરીયાદી લાલુભાઈ કટારીયા ની પત્ની કરમબેન સાથે આરોપી ગણકર હીરૂભાઈ માવી ને બોલા-ચાલી થતા અને માર કુટ થતા ફરીયાદીની પત્ની કરમબેનને માથામાં વાગી જતા તેઓ પ્રથમ દેરડી, તા.ગોંડલ,મુકામે સારવાર કરાવેલ અને ત્યારબાદ તા.૧૨/૧૧/૨૦૨૨ ના રોજ ફરીયાદીની પત્ની કરમબેનનુ મુત્યુ થયેલ અને બનાવ હત્યામા પલટાયેલ અને તા.૨૩/૧૧/૨૦૨૨ થી આરોપી ગણકર હીરૂભાઈ માવી જીલ્લા જેલ અમરેલી મા હતા.

જેની ગઈ તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ આરોપીના વકીલશ્રી, એ.એમ.નકવી(એડવોકેટ) તથા તેમના જુનીયર- સફીલ સોલંકી (એડવોકેટ) ની કાયદાકીય સુજ-બુજ, તર્ક તથા ધારદાર દલીલોને માન્ય રાખી સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સસ જજ (શ્રી, ડી.એસ.શ્રીવાસ્તવ) સાહેબે આરોપીને તા.૦૬/૦૧/૨૦૨૪ ના રોજ જામીન મુકત કરવા હુકમ કરેલ.

Related Posts