સુપ્રસિદ્ધ સંત પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં આવ્યા અને સાવરકુંડલા થી પાંચ કિલોમીટર રોડ ઉપર આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત.
તા. ૧૧-૧-૨૦૨૪ ના રોજ સાવરકુંડલાના હાથસણી ગામ પાસે આવેલ માનવ મંદિર આશ્રમે મોરારીબાપુ એ ભક્તિરામ બાપુ ની મુલાકાત લીધેલ. ભક્તિરામ બાપુ તેમજ મોરારી બાપુ કે જે સંબંધમાં સગા મામા ફઈ ના ભાઈઓ થાય છે, ત્યારે કેટલીક પારિવારિક અને અંગત પણ ચર્ચાઓ અને વાતો કરી. પૂ બાપૂ સાથે ખેતશી ગઢવી, રીષિ પટેલ, લવકુભાઈ વાળા-હાલરીયા, પ્રજ્ઞેશ પટેલ હાજર હતા. સનરાઈઝ સ્કુલ ના મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ ખુમાણ દ્વારા પૂ. બાપુને ફૂલનો ગુલદસ્તો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માનવ મંદિરે મોરારીબાપુ ભોજન પ્રસાદ ની સેવામાં માનવ મંદિરના ખાસ સેવક ભુરાભાઈ વાળા, કનુભાઈ ચાખડા વાવેરાવાળા તેમજ રમેશભાઈ વાળા કોન્ટ્રાક્ટર સહિતના સેવકોએ સેવા બજાવી હતી.માનવ મંદિરે રખડતા ભટકતા નિરાધાર મનોરોગીઓ ને વિનામૂલ્યે પુનર્જીવન પ્રાપ્ત કરવાનો ભક્તિ બાપુ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હાલ માનવ મંદિર ની અંદર ચાર બાળકો છે. જેમાં તાજેતરમાં જ સવા વર્ષની દીકરીને ડુંગર પોલીસ મૂકી ગઈ તે દીકરીએ પણ મોરારીબાપુ ના આશીર્વાદ લીધા તેમજ સોહમ નામનો ૧૪ વર્ષનો બાળક કે જેને પણ તેમના પરિવારે નથી જોતો એમ કરીને મૂકી ગયા તેમણે પણ આશીર્વાદ લીધા હતા.
Recent Comments