વીજપડીથી સાવરકુંડલા જઈ રહેલ યુવાનને એસટી બસ સાથે અથડાતા યુવાનનું મોત…
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી ઝીંઝુવાડીયા સુરેશ હિંમતભાઈ ઉમર ૨૦ વર્ષ તેઓ પોતાના ઘરેથી સાવરકુંડલા તરફ જઈ રહ્યા હતા ત્યારે વીજપડી થી ગોરડકા વચ્ચે સામેથી એક ટ્રક જેની સાઈડ કાપી ઓવરટેક કરી ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક બસ ચોટીલા ડેપોની ગાડી રાજકોટ મહુવાના ડ્રાઈવર ટ્રક સાથે ઓવરટેક કરતા સામેથી ટુવીલ ગાડી લઈને આવતા વીજપડીનો યુવાન ઝિંઝુવાડીયા સુરેશને અડફેટે લેતા યુવાનને માથાના ભાગે વધારે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક અસરથી 108 મારફતે સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મૃત્ જાહેર કરવામાં આવેલ ઘટના સ્થળે તાત્કાલિક અસરથી પોલીસ અધિકારીઓને જાણ થતા તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. આગળની તપાસ પોલીસ અધિકારીઓ ચલાવી રહ્યા છેઆ ઘટનાનો બનાવ ગતરોજ તારીખ ૧૩-૨-૨૪ના રોજ સાંજના ૭-૪૫ વાગ્યે બનેલ હતો. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
Recent Comments