રાજ્યસભા સાંસદશ્રી અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી ઉદ્યોગના મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલા દ્વારા જિલ્લાના રમતવીરો માટે જિલ્લાના દરેક તાલુકામાં આગામી તા.૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કબડ્ડી, ચેસ, યોગાસન, એથ્લેટિક્સ, રસ્સાખેંચ, ખો-ખો, વોલીબોલમાં અલગ અલગ બે વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા તાલુકા કક્ષાએ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, સાંસદ ખેલ સ્પર્ધામાં દરેક ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા હતા. દરેક તાલુકામાં તા.૧૯.૦૨.૨૦૨૪ સુધી તાલુકા કક્ષાની સ્પર્ધાઓ શરુ રહેશે. દરેક તાલુકામાંથી વિજેતા થયા હોય તેવા ખેલાડીઓ દ્વારા આગામી સમયમાં યોજાનારી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવશે. આ સાંસદ ખેલ સ્પર્ધાનો ઉદ્દેશ જિલ્લાના રમતવીરોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો છે. યોગ્ય પ્રતિભાઓને શોધી તેને યોગ્ય તક મળી રહે તે નેમ છે, તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
જિલ્લામાં તા.૧૯ ફેબ્રુઆરી સુધી સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે

Recent Comments