પથ્થરમારો થતાં ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું થયું હતું. યુવક ઇન્સ્ટામાં લાઈવ થયો તો અન્ય એક યુવકે બીભત્સ કમેન્ટ કરી હતી. જેના બાદ વડોદરા શહેરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી ધરપકડની માંગ કરતા લોકો પર પથ્થરમારો કરાયો હતો. વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ઘસી આવેલ ટોળાએ પથ્થરમારો કર્યો હતો.
જેના બાદ ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તરમાં કોમ્બિનગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. નવાપુરા પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારાનો મામલામાં પોલીસે ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ૮ જેટલા શકમંદોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. એક વિધર્મી યુવકે ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતા હિન્દુ સંગઠનના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જેના બાદ પોલીસ સ્ટેશન બહાર જ અન્ય જૂથના ટોળાએ પથ્થરમારો કર્યો હતો.
જાેકે, નવાપુરા પોલીસની બેદરકારીના કારણે પથ્થરમારો થયો હોવાનું કહેવાય છે. નવાપુરા ઁૈં એચ એલ આહિરે સમયસૂચકતા વાપરી પોલીસ બંદોબસ્ત ગોઠવી ટોળાને વિખેર્યા હોત તો જૂઠ અથડામણની ઘટના બની ન હોત. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ ૧૫૦ લોકોનું ટોળું ધસી આવ્યું હતું. પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઇને મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી લીના પાટીલ દોડી ગયાં હતાં અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ વિશે ઝોન ૨ના ડ્ઢઝ્રઁ અભય સોનીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, નવાપુરા પોલીસ સ્ટેશન પાસે મોબાઈલની દુકાન આવેલી છે, જેઓ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તેમાં એક વ્યક્તિએ ધાર્મિક લાગણી દુભાય તેવી કમેન્ટ કરી હતી. જેથી પોલીસ સ્ટેશન બહાર બંને જૂથના ટોળા ભેગા થયા હતા. આ બાદ સામસામે પથ્થરમારો થયો હતો. એક ઈજારદારની ફરિયાદ લીધી છે. પથ્થરમારા કરનાર ૨૨ લોકોની ઓળખ કરી ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ આઇડી પર ધાર્મિક લાગણી દુભાય તેવા પાદરાના આરોપીની ધરપકડ કરાઈ છે. પાદરાના સહિદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Recent Comments