fbpx
ગુજરાત

અમદાવાદના ધોળકામાં ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા અકસ્માત, ૫ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત, ૨ લોકોને ગંભીર ઈજા પહોંચી

અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા ૫ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવાં દૃશ્યો જાેવા મળ્યા હતા. જ્યારે ૨ લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા. ત્યારે ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ બોલેરો અંદર રહેલા લોકો લોહીલુહાણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ હતી. જ્યારે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત બેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલમાં બંને દર્દીની હાલત સ્થિર છે. એક દર્દીને સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવાનને સર્જરી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે પાંચ મૃતકોને ધોળકાની જ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

મૃતકનાં નામ

નીતિશ નાનસિંહ ભીલવાડ (ઉં.વ. ૩૦)
દિલીપ નાનસિંહ ભીલવાડ
રાહુલ ખુમસિંહ ભીલવાડ
પ્રમોદ ભરતભાઈ ભીલવાડ
રાજુ માનસિંઘ ખંડારા
ઈજાગ્રસ્તોનાં નામ

મનિષા નીતેશભાઈ ભીલવાડ
રામચંદ્ર નિતેશભાઈ ભીલવાડ

Follow Me:

Related Posts