અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નેત્રકેમ્પ યોજાયો

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સ્વ. કાંતિલાલ દલીચંદ દોશીની સ્મૃતિમાં ૩૨૫ મો નેત્રમણિ સાથેનો મહાનેત્ર યજ્ઞનું સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થયું. આ પ્રસંગે દીપ પ્રાગટય સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે કરવામાં આવેલ. આ નેત્રકેમ્પમાં કુલ ૯૦ આંખના દર્દીઓની તપાસ કરવામાં આવેલ અને ૧૪ દર્દીઓને આંખના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને ઓપરેશન બાદ ફરી અહીં ગુરુકુળ ખાતે પરત લાવવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા હરિહર સ્વામીની વિશેષ ઉપસ્થિતિ હતી.

નેત્રયજ્ઞ કેમ્પમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, એપીએમસીના ચેરમેન દીપકભાઈ માલાણી, ભાજપ તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નિલેશભાઈ દોશી, પ્રદીપભાઈ દોશી સમેત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળેલ. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળાએ ગુરુકુળની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને આવા માનવસેવાના કાર્ય સતત ગુરુકુળ દ્વારા થતાં રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે જેસર રોડ ગુરુકુલનાં આચાર્ય ગિરીશભાઇ વ્યાસ સમેત ઉપસ્થિત ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સંસ્થાના વડા પૂજ્ય ભગવત સ્વામીજી તથા સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા હરિહર સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓને  ગુરુકુળના અક્ષરમુક્તદાસજીના માર્ગદર્શન હેઠળ ભોજન પીરસવામાં આવેલ. આ કેમ્પમાં આંખની સારવાર અર્થે આવેલ દર્દીઓને વિનામૂલ્યે આંખના  ઓપરેશન સાથે નેત્રમણિ બેસાડવા આવેલ.. આમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ એ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ સામાજિક સેવા કાર્યો પણ કરે છે..

Related Posts