જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમને ફરી રિપીટ કરાતા હરખની હેલી
રિવાબા જાડેજાએ બહેનપણીની જેમ ગળે લગાવી પુનમ માડમને અભિનંદન આપ્યા ગઈકાલે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ૧૫ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમના નામની જાહેરાત થઈ. જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમ ફરી રિપીટ કરાતા જામનગરમાં હરખની હેલી જાેવા મળી. પૂનમ માડમના નામની જાહેરાત થતા જ જામનગરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
જાેકે, આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ આવી પહોંચ્યા હતા. રિવાબા જાડેજાએ ગળે લગાવીને અને હાથ મિલાવીને ખુશખુશાલ ચહેરે પુનમ માડમને અભિનંદન આપ્યા હતા. જાેકે, બંને વચ્ચેની આ કેમેસ્ટ્રી જાેવા જેવી બની હતી. કડવાશ ભૂલીને બંને ફરી મળ્યા હતા. સાંસદ પૂનમ માડમને અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments