fbpx
રાષ્ટ્રીય

ભાજપને બીજાે ફટકો, બારાબંકીના ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ રાવતે ચૂંટણી લડવાની ના પાડી દીધી

ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહ બાદ હવે ઉતર પ્રદેશના બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ રાવતે પણ લોકસભાની આગામી ચૂંટણી લડવાનો પાર્ટીને સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. ઉપેન્દ્ર સિંહ રાવતે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ગત શનિવારે જાહેર થયેલી ભાજપની ૧૯૫ ઉમેદવારોની પ્રથમ યાદીમાં, પાર્ટીએ બારાબંકીથી વર્મતાન સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ઉપેન્દ્ર સિંહ રાવતે, આજે સોમવારે ટ્‌વીટ કરીને કહ્યું, ‘મારો એક એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ડીપફેક છૈં ટેક્નોલોજી દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. આ વાયરલ થયેલા વીડિયો માટે મેં પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. આ સંદર્ભે, મેં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને તેની તપાસ કરાવવા વિનંતી કરી છે. જ્યાં સુધી હું વાયરલ થયેલા વીડિયો સંદર્ભે નિર્દોષ સાબિત ન થાઉ ત્યાં સુધી હું જાહેર જીવનમાં એક પણ ચૂંટણી લડીશ નહીં.

હકીકતમાં, ભાજપના ઉમેદવારની જાહેરાતના થોડા કલાકોમાં જ ઉપેન્દ્ર સિંહ રાવતનો કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. સાંસદે આ વીડિયોને ફેક ગણાવ્યો છે. સાંસદનું કહેવું છે કે તેનો વીડિયો ડીપફેક દ્વારા બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને ઉપેન્દ્ર સિંહ રાવતના અંગત સચિવે પણ રવિવારે કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈએ સાંસદની છબી ખરાબ કરવા માટે વીડિયો એડિટ કરીને વાયરલ કર્યો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયો અંગે સાંસદે કહ્યું હતું કે ભાજપ દ્વારા ટિકિટની જાહેરાત થતાં જ કેટલાક વીડિયો વાયરલ કરવામાં આવે છે તે ચિંતાનો વિષય છે. સ્પષ્ટ છે કે આ મારી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર છે. કેટલાક અસામાજિક તત્વો મારી અને મારી પાર્ટીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપેન્દ્ર સિંહ રાવતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ હવે ભાજપે બારાબંકી બેઠક માટે નવા ઉમેદવારની જાહેરાત કરવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઈકમાન્ડે હવે બારાબંકી બેઠક માટે નવા ઉમેદવારની શોધ શરૂ કરી છે. આ અંગે સ્થાનિક આગેવાનો સાથે પણ વાતચીત શરૂ થઈ છે. યુપીમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઉપેન્દ્રને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે સમાજવાદી પાર્ટીએ રામ સાગર રાવતને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા.

Follow Me:

Related Posts