fbpx
અમરેલી

ચલાલા ખાતે સાઇ મંદિરના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો

અયોધ્યા શ્રીરામના દર્શન કરી આવેલ ચલાલાના તમામ ભક્તોનું સન્માન સાઇ મંદિરના સાનિધ્યમાં ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાની ઉપસ્થિતીમાં થયેલ હતુ દરેક ભક્તોનુ સન્માન અને તમામ હાજર આમંત્રિત મહેમાનોને શિવસાઇ ગૃપ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવેલ હતુ  શિવસાઇ ગૃપની અવિરત સેવાકાર્યને પ્રકાશભાઇ કારીયા- ડૉ.દેવકુભાઇ વાળા  તથા અશોકભાઈ જોષી તથા હર્ષદભાઈ રાવલ- ભયલુભાઇ વાળા- અવિભાઇ માલા સહીત તમામ લોકોએ બિરદાવા સાથે રાજુભાઇ જાનીનુ ખાસ સન્માન કરવામાં આવેલ હતુ ચલાલા ગોપાલગ્રામના વરિષ્ઠ પત્રકાર પ્રતાપભાઇ વાળા તથા પત્રકાર બિપીનભાઇ રાઠોડનુ પણ ખાસ સન્માન ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કરેલ હતુ કાર્યક્રમ નુ સુંદર સંચાલન જીતુભાઇ એમ મહેતા એ કરેલ હતુ ભોજન વ્યવસ્થા ધર્મેન્દ્ર જાની- દિપ મહેતા- વિજય મહેતા એ કરેલ હતુ અને વિશાળ સંખ્યામાં લોકોએ શ્રીરામ પ્રસાદ ભોજનનો લાભ લીધેલ હતો. રાજુભાઇ જાનીએ સહુનો આભાર વ્યક્ત કરેલ.

Follow Me:

Related Posts