અમરેલી

યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ૯ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ૭૧ ગરીબ દીકરી ઓને ભવ્ય રીતે સાસરે વળાવી

દામનગર  સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા ૭૧ ગરીબ પરિવારો ની દીકરી ને ભવ્ય રીતે સાસરે વળાવી રોકડ રકમ અને દ્રવ્યદાન ની અદભુત મિસાલ દરેક નવદંપતી ને રૂપિયા ૧૦ હજાર ની વેલ્યુ ની ફિક્સ ડિપોઝીટ રસીદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એનાયત કરાયું  ૭૧ નવદંપતી ઓને પૂજ્ય સીતારામબાપુ ની આદર્શ દાંપત્ય જીવન ની શીખ સાથે સપ્તપદી ની મહત્તા દર્શાવી પ્રવચન દરમ્યાન માર્મિક ટકોર સાથે પ્રતિજ્ઞા વચનો યાદ કર્યા વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે લગ્ન સંસ્કાર એ સાત સદગુણ સેવા સંયમ સમર્પણ કરુણા પ્રેમ જેવા સાત વચનો પાળજો નો સદેશ નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના આયોજન થી ખૂબ પ્રભાવિત રાજ્ય ના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો ૭૧ નવદંપતી ને સયુંકત કુટુંબ ભાવના સામાજિક સંવાદિતા ની હિમાયત કરતો હદયસ્પર્શી સદેશ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી ધાર્મિક શેક્ષણિક વૈદકીય આરોગ્ય મહિલા રોજગારી જળસંગ્રહ અન્નક્ષેત્ર સામાજિક આર્થિક જેવી મદદ સમગ્ર માનવ સમાજ માટે ઉમદા ઉદારણ રૂપ છે

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફ થી ૧૦ હજાર વ્યક્તિ ઓને ભોજન પ્રસાદ માટે જયભવાની યુવા ગુપ ની બેનમૂન વ્યવસ્થા પાર્કિગ થી લઈ તમામ પ્રકાર નું માઈક્રો પ્લાનિંગ હજારો ની માનવ મેદની વચ્ચે ઉદારદિલ દાતા ઓની સખાવત ની સરાહના સાથે ભવ્ય સન્માન સમારોહ સ્થળે રેડકોર્સ અમરેલી નો રક્તદાન કેમ્પ “ઉદાર વ્યક્તિ એટલે ગામ ના પાદર માં ઉભેલા ઘટાટોપ ફળાવ વૃક્ષ સમાન છે શીતળ છાયો અને ફળ બંને આપે છે”ટ્રસ્ટી હરજીભાઈ નારોલા શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી અનેક સદપ્રવૃત્તિ ના પ્રણેતા સ્વ જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં ૯ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં પ્રમુખ દુષયનભાઈ પારેખ નું મનનીય વક્તવ્ય 

શ્રી ભુરખિયા દાદા ના સાનિધ્ય માં અનેક વિધ સદપ્રવૃત્તિ માટે સમર્પિત સેવક સ્વ જીવનભાઈ હકાણી નું સમગ્ર જીવન એક હરતીફરતી યુનિવર્સીટી જેવું આગામી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૧૦૧ નવદંપતી ઓને જોડવા નું પ્રમુખ દુષયનભાઈ પારેખ નું આહવાન શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ અને મંદિર પ્રશાસન ટ્રસ્ટ શ્રી ભુરખિયા ગામ જયભવાની યુવા સેના સમસ્ત પૂજારી પરિવાર એવમ સેવક સમુદાય ના સંકલન થી આફરીન કરતું આયોજન

હજારો ની માનવ મેદની વચ્ચે ભવ્યાતિભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં પૂજ્ય સંતો સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી રાજ્ય ના પૂર્વ મંત્રી હકુભાઈ જાડેજા ધારાસભ્ય તળાવીયા હિંમતભાઈ કટારીયા અમરશીભાઈ પરમાર ભરતભાઇ ભટ્ટ સુધીરભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ પારેખ અભયભાઈ હકાણી ટ્રસ્ટી સ્વંયમ સેવકો પૂજારી પરિવાર સ્થાનિક મહિલા સ્વંયમ સેવકો સહિત અનેકો ઉદારદિલ દાતા ઓની વિશાળ ની વિશાળ ઉપસ્થિતિ માં રંગારંગ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો 

Related Posts