ભારતીય વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરતા ચીનના નિવેદનો પર પ્રતિક્રિયા આપી
“બેઇજિંગ તેના વાહિયાત દાવાઓનું કેટલી વાર પણ પુનરાવર્તન કરે, અમારું વલણ બદલશે નહીં” ઃ ભારતીય વિદેશ મંત્રાલયભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરતા સતત નિવેદનો પર ટિપ્પણી કરી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બેઇજિંગ તેના વાહિયાત દાવાઓનું કેટલી વાર પુનરાવર્તન કરે, તે અમારું વલણ બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો ચાલુ રાખવા અંગેના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી. તેમની આ ટિપ્પણી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને સોમવારે ચીનના દાવાને પુનરાવર્તિત કર્યાના થોડા દિવસો બાદ આવી છે.
ચીનને જવાબ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે અરુણાચલ પ્રદેશ મુદ્દે અમે વારંવાર કહ્યું છે કે ચીન ગમે તેટલી વાર તેના પાયાવિહોણા દાવાઓનું પુનરાવર્તન કરી શકે, અમારી વાત બદલાવાની નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. આ પહેલા પણ ભારતે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતીય નેતાઓની અરુણાચલની મુલાકાતનો ચીનનો વિરોધ વાહિયાત અને પાયાવિહોણો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ જવાબ ચીનના દાવા બાદ આપ્યો જેમાં ચીને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવ્યો હતો. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ ઝાંગ શિયાઓગાંગે ૧૫ માર્ચે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે ભારતીય નેતાઓની અરુણાચલની મુલાકાતનો વિરોધ કરે છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ ચીનનું આ નિવેદન સામે આવ્યું છે. જેમાં ચીને કહ્યું હતું કે ‘જિજાંગ (તિબેટનું ચીની નામ) એ ચીનનો ભાગ છે અને ચીન ભારતના કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકારશે નહીં અને તેનો સખત વિરોધ કરશે.’જાે કે ભારતીય વિદેશ મંત્રાલયે ચીનને કડક જવાબ આપતા કહ્યું કે ભારતે ચીનના આવા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
Recent Comments