લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪- ચૂંટણી કામગીરી પર ૧૧,૫૦૧ અધિકારી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે, મતગણતરી તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લગતી કામગીરી પર ૧૧,૫૦૧ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે ૭,૩૫૯ પુરુષ અને ૪,૧૪૨ મહિલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની નિમણુક કરવામાં આવી છે. મતદાન મથકો માટે પર ૩,૨૯૦ પુરુષ તેમજ ૨,૭૫૫ સ્ત્રી સહિત ૬,૦૪૫ જેટલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ચૂંટણીલક્ષી ફરજ બજાવશે.
Recent Comments