ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એક મોટી જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કરેલી જાહેરાત અનુસાર ક્ષત્રિય સમાજ તાલુકા, શહેર, જિલ્લા કક્ષાએ ભાજપ કાર્યાલય પર આવેદનપત્ર આપશે. રાજકોટ અને જામનગરમાં પોલીસના ક્ષત્રાણિ સામેના વર્તનના વિરોધમાં આવેદન આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. કરણસિંહના જણાવ્યા અનુસાર ક્ષત્રિય સમાજની બહેનો સાથે અશોભનીય વર્તન કર્યુ છે. જેના પગલે આવેદન પત્ર આપવામાં આવશે. વધુમાં કરણસિંહે જણાવ્યુ છે કે કેટલાક પુરૂષ પોલીસ જવાનોએ બહેનોની અટકાયત કરી હતી. ૧૪ એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સંમેલન યોજવા મક્કમ હોવાની પણ માહિતી આપી છે. તો આ તરફ કરણસિંહે પરશોત્તમ રૂપાલાએ ગઈકાલે કરેલી શાયરી અંગે પણ નિવેદન આપતા કહ્યું કે રૂપાલા સાહેબ શાયરી કરવાનું બંધ કરી ઉમેદવારી પાછી ખેંચી લો.
ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યાલયમાં આવેદનપત્ર આપશે

Recent Comments