બોલિવૂડ

પ્રેગ્નન્સીને લઈને કોઈ તણાવ લેવા માંગતી નથી : અભિનેત્રી રિચા ચડ્ડા

રિચા ચડ્ડા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ને લઈને સતત ચર્ચામાં છે. આ દરમિયાન તેણે પ્રેગ્નન્સી પર પોતાનું મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં રિચા ચડ્ડાએ જણાવ્યું કે તેના પતિ અલી ફઝલ અને તે આવનારા બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે, વાતચીતમાં રિચા ચડ્ડાએ કહ્યું કે તે પ્રેગ્નન્સીને લઈને કોઈ તણાવ લેવા માંગતી નથી. આ સાથે તેણે તેની માતાનો પણ ઉલ્લેખ કર્યો છે. રિચા ચડ્ડાએ જણાવ્યું કે પ્રેગ્નન્સી પછી તેણે તેની માતાને સામાન્ય જીવન જીવતા જાેયા છે અને તે પોતે પણ આવું કરવા માંગે છે. વેબ સિરીઝ ‘હીરામંડી’ વિશે વાત કરતી વખતે રિચાએ કહ્યું કે પ્રેગ્નેન્સી દરમિયાન કામ કરવાનો તેનો અનુભવ ખૂબ જ ખાસ રહ્યો છે. રિચાએ કહ્યું કે ‘હીરામંડી’ના સેટ પર બધાને તેની પ્રેગ્નન્સી વિશે ખબર હતી, જેના કારણે બધાએ તેનું ખાસ ધ્યાન રાખ્યું. રિચા ચઢ્ઢાએ પતિ અલી ફઝલ વિશે કહ્યું કે તે એક સારા પિતા બનશે. બંનેએ વર્ષ ૨૦૨૨માં લગ્ન કર્યા હતા.

Related Posts