fbpx
ભાવનગર

જગદીશ ત્રિવેદીનું કેનેડાનાં સાંસદ મઝુમદારે એમની સમાજસેવા માટે બહુમાન કર્યુ

જગદીશ ત્રિવેદીને કેનેડાનાં સાંસદ મઝુમદારે એમની સમાજસેવા માટે સન્માનપત્ર આપી બિરદાવ્યાજાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડાનાં પાંચ મહીનાના પ્રવાસે છે. આ પ્રવાસના પ્રથમ બે કાર્યક્રમ એમણે મોન્ટ્રીયલ અને ઓટાવા ખાતે આપ્યા અને એ બે કાર્યક્રમમાંથી આશરે બાર લાખ જેવી રકમ પ્રાપ્ત થઈ તે એમણે ગોરજ ખાતે આવેલી કૈલાસ કેન્સર હોસ્પિટલને દાન કરી હતી. ઓટાવાની મુલાકાત દરમિયાન કેલગરીના સાંસદ અને ભારતીય મૂળના યુવાનેતા શુવાલોય મઝુમદારે જગદીશ ત્રિવેદીને સંસદભવનમાં આવેલા પોતાના કાર્યાલયમાં નિમંત્રણ આપી એમને સન્માનપત્ર આપી એમની સમાજસેવાને બિરદાવી હતી. 

Follow Me:

Related Posts