ઓડિશા વિધાનસભાનો કાર્યકાળ ૨૪ જૂન ૨૦૨૪ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે પૂર્વ આઈએએસ અધિકારી અને બીજેડી નેતા વીકે પાંડિયને કહ્યું હતું કે, જો પાર્ટીના અધ્યક્ષ નવીન પટનાયક વિધાનસભા ચૂંટણી પછી સતત છઠ્ઠી વખત ઓડિશાના મુખ્યમંત્રી નહીં બને તો તેઓ રાજકારણ છોડી દેશે. પટનાયકના નજીકના સાથી ગણાતા વીકે પાંડિયને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને એવી જાહેરાત કરવા પડકાર ફેંક્યો કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવવામાં નિષ્ફળ જશે તો તેઓ પણ રાજકીય 'નિવૃત્તિ' લેશે. ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશામાં ભાજપનો ચહેરો છે.
રાજ્યમાં આવેલ ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરમાં એક રેલીને સંબોધિત કરતા બીજેડી નેતા વીકે પાંડિયને કહ્યું, "તમે કહો છો કે ઓડિશામાં ભાજપની લહેર છે અને પરિવર્તનની લહેર છે. પરંતુ હું ભારપૂર્વક કહું છું કે જો મુખ્ય જો મંત્રી નવીવ પટનાયક ફરીથી સીએમ નહીં બને તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ.પૂર્વ આઈએએસ અધિકારી પાંડિયને દાવો કર્યો હતો કે ભાજપ તેમને પટનાયકના ચમચા કહે છે. તેમણે કહ્યું, "પરંતુ તમે (ધર્મેન્દ્ર પ્રધાન) કેન્દ્રીય મંત્રી છો. જો તમારામાં હિંમત હોય તો જાહેરાત કરો કે જો ઓડિશામાં ભાજપ સત્તામાં નહીં આવે તો તમે રાજકારણમાંથી પણ સંન્યાસ લઈ લેશો."બીજેડી નેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના લોકો માટે શું કર્યું છે. પાંડિયને દાવો કર્યો કે બીજેપી નેતાએ ૧૦ વર્ષ સુધી ઢેંકનાલથી ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો અને અંતે સંબલપુર ગયા.
Recent Comments