fbpx
ભાવનગર

ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ યોજાશે કેન્સર નિદાન શિબિર

ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં મોઢા તથા સ્તન કેન્સર નિદાન શિબિર યોજાશે. રવિવાર તા. ૯નાં થયેલ આયોજન માટે અગાઉ નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે.ઉમરાળા પાસે આવેલ ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં સેંકડો દર્દીઓ વિનામૂલ્યે નિદાન સારવાર લાભ લઈ રહ્યાં છે. સેવા સંસ્થામાં મોઢા તથા સ્તન કેન્સર નિદાન માટે શિબિર રાખવામાં આવેલ છે. અહીંયા સુરતનાં કેન્સર નિષ્ણાંત તબીબ શ્રી કૌશલ પટેલ દ્વારા આ દર્દીઓ માટે નિદાન તપાસ થનાર છે.

રવિવાર તા.૯-૬-૨૦૨૪નાં સવારે ૧૦ વાગ્યાથી સાંજનાં ૫ વાગ્યા દરમિયાન મર્યાદિત સંખ્યામાં દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવનાર છે. આ માટે અગાઉ નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. મોઢા અને મહિલાઓનાં સ્તન કેન્સર માટે ક્યાંય અડ્યા વગર ખાસ ઉપકરણો દ્વારા યોજાનાર આ શિબિર માટે ૮૧૫૬૦ ૯૯૯૫૩ તથા ૮૭૫૮૨ ૩૪૭૪૪ ઉપર દર્દીની નોંધણી કરાવવાની રહેશે. મર્યાદિત સંખ્યામાં દર્દીઓની તપાસ થઈ શકે તેમ હોઈ વહેલાં નામ નોંધાવી દેવા સલાહ આપવામાં આવી છે.

Follow Me:

Related Posts