ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા પર્યાવરણ દિવસની

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે. આ પ્રસંગે ‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું છે.વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ઉજવણી થઈ. અહીંયા કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યની ઉપસ્થિતિ રહી.’ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત આ પ્રસંગે શ્રી નંદલાલ જાનીનાં આયોજન સાથે વૃક્ષારોપણ કરાયું, જેમાં કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય, પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણી સાથે શ્રી વિજયભાઈ મકવાણા અને આશ્રમ પરિવાર જોડાયેલ. સંકલનમાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પ્રેરક શ્રી મૂકેશ પંડિત રહ્યાં હતાં.

Related Posts