ગુજરાતમાં ડ્રગ્સનાં દૂષણને ડામવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કટિબદ્ધ
દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી પોલીસ ૬૪ પેકેટ બિનવારસી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે એક સપ્તાહમાં ત્રણ સ્થળો પરથી ચરસનો જથ્થો ઝડપી નશાનો કાળો કારોબાર અટકાવ્યોગુજરાતના દરિયાકાંઠેથી પોલીસ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી ફરી એકવાર મોટા પ્રમાણમાં પ્રતિબંધિત, ગેરકાયદેસર માદક પદાર્થનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ૬૪ પેકેટ બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો છે. આ સાથે પોલીસે એક સપ્તાહમાં ત્રણ સ્થળો પરથી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રાજ્યમાં નશાના કાળા કારોબારને ડામવા તંત્ર અને રાજ્ય પોલીસ એક્શન મોડમાં કામ કરી રહી છે. આ ઝુબેશ હેઠળ ફરી એકવાર પોલીસે ગુજરાતના દરિયાકાંઠેથી પાદક પદાર્થનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકાના વાચ્છુંગોરિંજાના દરિયાકાંઠેથી ચરસના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા રાજ્ય પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, વાચ્છુંગોરિંજાના દરિયાકાંઠેથી ૬૪ પેકેટ ચરસનો બિનવારસી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
એટલે કે ગુજરાત પોલીસે છેલ્લા એક સપ્તાહમાં ૩ સ્થળ પરથી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાંછું, ગોરિન્જા અને ચંદ્રભાગાના દરિયાકાંઠા વિસ્તારમાંથી હાઈ ક્વોલિટી માદક પદાર્થ ચરસના (સંભવિત) ૫૫ પેકેટ પકડવામાં આવ્યા હતા. આ પેકેટ્સનો અંદાજિત વજન ૫૬ કિલો અને કિંમત રૂ. ૨૭ કરોડ જેટલી હતી. જો કે, દ્વારકા તાલુકાનાં વિવિધ સ્થળોએથી વારંવાર બિનવારસી હાલતમાં મળી રહેલી ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.
Recent Comments