વિરાટ કોહલી લંડનના રસ્તાઓ પર સામાન્ય માણસની જેમ પુત્ર અકાય અને પત્ની અનુષ્કા સાથે ફરતા દેખાયા
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી લંડનમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. વિરાટ કોહલી લંડનની સડકો પર સામાન્ય માણસની જેમ ફરે છે અને મોટી વાત એ છે કે તેનો પુત્ર અકાય અને પત્ની અનુષ્કા પણ તેની સાથે છે. સોશિયલ મીડિયા પર વિરાટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફૂલની દુકાન બહાર ઉભો છે. તેના ખોળામાં તેનો પુત્ર અકાય છે અને તે ફૂલોની ખરીદી કરી રહ્યો છે. અનુષ્કા શર્મા પણ ફૂલોની ખરીદીમાં વ્યસ્ત છે.
વિરાટ કોહલી લંડનમાં શોપિંગ ઉપરાંત ધામિર્ક સ્થળો પર પણ જોવા મળે છે. હાલમાં જ તે અનુષ્કા સાથે ર્કિતનમાં બેઠો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી છેલ્લા ૨-૩ વર્ષમાં ખૂબ જ ધામિર્ક બની ગયો છે. તેના ફોનના વોલપેપરમાં નીમ કરૌલી બાબાની તસવીર પણ દેખાઈ રહી છે. વિરાટના ફેન્સ તેમના સુપરસ્ટારની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી શ્રીલંકા પ્રવાસ પર નહીં જાય, તેથી તેનો અર્થ એ છે કે આ ખેલાડી હવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જોવા મળી શકે છે.
Recent Comments