ગીરની ગિરિ કંદરામાં સાસણ સાવજનાં ક્ષેત્રમાં હરિયાળી
સૌરાષ્ટ્રમાં ગીરની ગિરિ કંદરામાં રહેલ સાસણ પંથકમાં સાવજનાં ક્ષેત્રમાં પ્રસન્ન હરિયાળી ચિત્તાકર્ષક રહેલ છે. સાવજ સાથે બીજા પશુ પક્ષીઓ નિહાળવાં અને શુદ્ધ વાયુ માણવાનો અનોખો અનુભવ અને અવસર અહીંયા રહ્યો છે.નદી, નાળા, પર્વત સહિત પ્રકૃતિની પ્રસન્નતા એટલે આપણાં સૌરાષ્ટ્રનો ગીર પ્રદેશ, કેસરી સિંહનો પ્રદેશ. ગીરની ગિરિ કંદરામાં રહેલ આ સાસણ પંથકમાં સાવજનાં ક્ષેત્રમાં પ્રસન્ન હરિયાળી ચિત્તાકર્ષક રહેલ છે.ચોમાસામાં આ વિસ્તારમાં મેઘરાજાની કૃપા રહી છે અને સર્વત્ર લીલોતરી લહેરાઈ રહી છે.
ગીરની આ ગિરિ કંદારામાં રહેલ સાસણ પંથકમાં એટલે કે સાવજનાં ક્ષેત્રમાં ચોમાસાની હરિયાળી છવાયેલી છે, જે અહી આવતાં પ્રકૃતિ પ્રેમી તેમજ કોઈ પણ પ્રવાસીને પ્રસન્ન કરાવે છે. સાસણ આસપાસ દેવળિયા તેમજ અન્ય વિસ્તારમાં સાવજ સાથે બીજા પશુ પક્ષીઓ નિહાળવાં અને શુદ્ધ વાયુ માણવાનો અનોખો અનુભવ અને અવસર અહીંયા બની રહ્યો છે. પરિવાર, સમાજ અને નોકરી વ્યવસાય કે વ્યવહારની કાયમી ફરજ બનેલ પળોજણ મૂકીને બે પાંચ દિવસ રાત આ પંથકમાં પ્રકૃતિમય બની શકાય તો પણ ઉપરવાળાનાં આશીર્વાદ અને આપણાં સદભાગ્ય જ સમજવા.!હા, એક વાત તમે પ્રકૃતિને માણવા અવશ્ય આવજો, પણ પ્રદૂષણ ન થાય તેની કાળજી રાખજો… અહીંયા પશુ પક્ષી પ્રકૃતિને માણજો, તેને હણવામાં નિમિત્ત ન બનશો…!
Recent Comments