ગુજરાત

દેવભૂમિ દ્વારકા નજીક ભારતીય તટરક્ષક દળે ૧૩ માછીમારોને બચાવ્યા

દેવભૂમિ દ્વારકામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઇ ટી તેમજ જામખંભાળિયામાં તો બારે મેઘ ખાંગાં. ભારે વરસાદને કારણે રાજ્યના દરિયામાં પણ કરંટ જાેવા મળ્યો હતો. દરિયો ગાંડોતૂર થયો હતો. ઓખામાં ભારે કરંટ વચ્ચે એક બોટ ફસાયેલી હતી. આ બોટે મદદ માટેનો સંદેશો વહેતો કરતા ભારતીય તટરક્ષક દળે તેમને બચાવ્યા હતા. આ બોટમાં સવાર ૧૩ માછીમારોને મોતના મુખમાંથી કોસ્ટગાર્ડ દ્વારા મધરાતે બચાવ્યા હતા.

સતત વરસી રહેલા વરસાદમાં તોફાની દરિયામાં કોસ્ટ ગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને આ માછીમારોનો જીવ બચાવ્યો હતો. ભારે પવના અને કરંટના કારણે દરિયો ખેડવાની તંત્રે ચેતવણી આપી છે. હાલ રેસ્ક્યુ કરાયેલા ૧૩ માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં ડિપ્રેશન અંગે ભારતીય તટરક્ષક દળે પહેલેથી જ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી જારી કરી છે. આમ છતાં પણ માછીમારોએ દરિયો ખેડ્યો હતો.

Related Posts