અમરેલી

શ્રી ગણેશજીની માટીની મૂર્તિ ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ

ગણેશ ઉત્સવના દિવસો છે ત્યારે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત પર્યાવરણ તથા નાગરિકોની સુરક્ષાને લક્ષમાં રાખી અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જરુરીપ્રતિબંધો મૂક્યા છે.જાહેરનામા મુજબ ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા કે સ્થાપના કરવી નહિ, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા તેમજ શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિ બેઠક સહિત પ ફૂટ કરતા વધુ ઊંચાઈની બનાવવા, વેંચવા કે સ્થાપન કરવા તથા જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ છે.

નક્કી કરવામાં આવેલા વિસર્જન સ્થળો અને મંજૂરી મેળવી હોય ત્યારે દર્શાવ્યા હોય હોય તે સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળ ખાતે વિસર્જન કરવા, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈ પણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા મૂર્તિઓના સ્થાપન દિવસ બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા પર પ્રતિબંધિત છે.મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ન ઓગળી શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાઈ તેવા કોઈ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા ખરીદવા, વેંચવા કે સ્થાપના કરવા ઉપર તથા વિસર્જન સરઘસ માટે પરમિટમાં દર્શાવવામાં આવેલા રુટ સિવાય અન્ય રુટ ઉપર શોભાયાત્રા – સરઘસ કાઢવા અને મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા પર પ્રતિબંધ છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૭-૯-૨૦૨૪ સુધી અમલી રહેશે. ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

Related Posts