નવાપુરા ખાટકીવાડમાં આજે રાતે એક મકાન ધરાશાયી થતા માતા અને બે પુત્રો કાટમાળ નીચે દબાયા હતા. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફ તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો. કાટમાળ નીચે ફસાયેલી મહિલા અને સગીરને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સગીરને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવાપુરા ખાટકીવાડમાં બે માળનું મકાન ધરાશાયી થયું છે.
તેમાં બે થી ત્રણ વ્યક્તિઓ દબાયા છે. તેવી વર્ધી ફાયરબ્રિગેડને મળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં એક છોકરો કાટમાળ નીચેથી બહાર આવી ગયો હતો. જ્યારે એક મહિલાનું માત્ર મોંઢુ જ દેખાતું હતું. બાકીનું શરીર કાટમાળ નીચે દબાઇ ગયું હતું. આ મહિલાને પણ ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢી લીધી હતી. જ્યારે અન્ય એક છોકરો પણ કાટમાળ નીચે ફસાયો હતો. પૂછપરછ કર્યા પછી સંભવિત લોકેશન મળ્યા પછી ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ હટાવી તેને પણ બહાર કાઢી લીધો હતો. તેને ઇજા થઇ હોવાથી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાટમાળ નીચે ૧૨ વર્ષનો કિશોર અને ૨૩ વર્ષની શબનમબેનને કાટમાળ નીચે દબાઇ જવાથી ઇજા થઇ હતી.
Recent Comments