કાળુભાર નદી ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સભા સણોસરા
ઉમરાળા તાલુકામાં કાર્યરત કાળુભાર નદી ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભાલોકભારતી સણોસરામાં મળી ગઈ જેમાં માર્ગદર્શન સાથે હિસાબો રજૂ થયાં.સરકારનાં કૃષિ વિકાસ લક્ષી અભિગમ સાથે ખેડૂત ઉત્પાદક સંસ્થાઓની રચનાઓ થઈ છે. ઉમરાળા તાલુકામાં કાર્યરત કાળુભાર નદી ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ શ્રી કરણસિંહ ગોહિલનાં નેતૃત્વમાં હોદ્દેદારોનાનાં સંકલન સાથે થયેલ કામગીરી અંગે અહેવાલ રજૂ થયેલ.આ સભામાં મદદનીશ ખેતી નિયામક શ્રી રિઝવાનભાઈ કાઝી, વિવેકાનંદ સંસ્થાનાં શ્રી નીતિનભાઈ દવે સાથે શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરાનાં વડા શ્રી નિગમભાઈ શુક્લ સાથે શ્રી વિનીતભાઈ સવાણી વગેરે જોડાયાં હતાં. અહીંયા કૃષિ ક્ષેત્રે સંગઠન અને વિકાસ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી જોરશંગભાઈ પરમાર દ્વારા હિસાબો રજૂ થયાં હતાં.
Recent Comments